<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

વડોદરાના મોગલવાડામાં ‘ગટર જેવું પાણી’: ચાર મહિનામાં ૧૪ ફરિયાદ છતાં ઉકેલ નહીં, રહીશોએ માટલા ફોડ્યા

વિપક્ષી કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે પાલિકાની સભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો, જ્યારે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે વિપક્ષ ઉપર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો આક્ષેપ કર્યો

વડોદરાના મોગલવાડા વિસ્તારમાં દૂષિત અને ગટરમિશ્રિત પાણીની સમસ્યાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોના જણાવ્યા પ્રમાણે સમસ્યા વર્ષોથી ચાલે છે અને છેલ્લા ચાર મહિનામાં જ મહાનગરપાલિકામાં લગભગ ૧૪ ફરિયાદ નોંધાવવામાં આવી છે, છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે ઘરોમાં આવતું પાણી કાળું, ફીણવાળું અને દુર્ગંધયુક્ત હોય છે. પીવા અને રસોઈ માટે અનેક પરિવારોને બહારથી પાણીના જગ મંગાવવા પડે છે. તંત્રની કામગીરીથી કંટાળેલા રહીશોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે રાજકીય ઘર્ષણ પણ સર્જાયું છે. વિપક્ષી કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે પાલિકાની સભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો, જ્યારે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે વિપક્ષ ઉપર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ વિપક્ષે ડેપ્યુટી મેયરના વર્તન સામે સવાલ ઉઠાવ્યા હતા. રહીશોની મુખ્ય માંગ તાત્કાલિક સ્વચ્છ અને પીવાલાયક પાણી આપવાની છે. 

 

(7:14 PM IST)