<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

રાજ્યમાં આગામી 3 કલાક માટે ભારે આફતની આગાહી, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર સહિત 24 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

કચ્છ અને જામનગર સહિત 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદ : રાજ્યમાં વરસાદી આફત વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે અત્યંત ગંભીર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા તેમજ દમણ અને દાદરા નગર હવેલી સહિત 24 જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત સુરત અને વડોદરામાં પણ મુસળધાર વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે, જ્યારે કચ્છ અને જામનગર સહિત 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી વહીવટી તંત્રને સંપૂર્ણપણે એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે.

(8:35 PM IST)