News of Thursday, 17th September 2026
ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની ગંભીર અછત : દસ જિલ્લાઓમાં સામાન્ય કરતા સાઠ ટકા જેટલો ઓછો વરસાદ
ચોમાસાની ઋતુ દરમિયાન મેઘરાજાની ઉદાસીનતા યથાવત: અછતભરી સ્થિતિના કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો

અમદાવાદ :પાછલા વરસાદથી રાજ્યમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જો કે ચિંતાજનક વાત એ છે કે, આટલો વરસાદ વરસ્યો હોવા છતા ગુજરાતમાં હજું પણ ગુજરાત રાજ્યમાં હજુ પણ અછત છે. મેઘરાજાની કૃપા ન થવાને કારણે ખેડૂતો અને નાગરિકોની ચિંતા વધી ગઈ છે. રાજ્યના કુલ 10 જિલ્લામાં સામાન્ય કરતા 60 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. ચોમાસાની આ સિઝનમાં અસમાન વરસાદના કારણે જળસંકટ અને ખેતી પર ખતરો તોળાઈ રહ્યો છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ ખૂબ જ નબળી રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો 11.46 ટકા જ વરસાદ વરસ્યો છે.પોરબંદરમાં 25.08 ટકા અને જામનગરમાં 39.55 ટકા વરસાદ નોંધાયો છે. સાબરકાંઠામાં 54.54 ટકા અને અરવલ્લીમાં 55.15 ટકા જ વરસાદ પડ્યો છે.
રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ પણ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. રાજ્યના કુલ 206 ડેમમાંથી હાલ માત્ર 23 ડેમ જ સંપૂર્ણ ભરાયેલા છે. મોટાભાગના ડેમમાં પાણીનું સ્તર નીચું હોવાના કારણે આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન ગંભીર બની શકે છે. પાણીની આ ઘટને કારણે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે.
વરસાદના અભાવે ખેતી પર માઠી અસર પડી છે. અછતના કારણે ખેડૂતો સમયસર વાવેતર કરી શક્યા નથી. ગત સિઝન કરતાં ચાલુ વર્ષે 1.47 લાખ હેક્ટર વિસ્તારમાં ઓછું વાવેતર થયું છે. પાક સમયસર ન થવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને અન્નદાતાઓની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
