<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રાજપીપળામાં અમુક વિસ્તાર બાદ કરતાં બાકીના તમામ વિસ્તારોમાં પાણીની ગંભીર કટોકટી

કુંભારવાડ વિસ્તારની મહિલાઓ પાલિકા પર રજૂઆત કરવા ગયા પરંતુ ચીફ ઓફિસર કે પ્રમુખ નહીં મળતા સમસ્યા યથાવત

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા શહેરમાં પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર કોઇજ પગલાં લેતું નથી ત્યારે હાલમાં કુંભારવાડ વિસ્તારના મહિલાઓ પાણીની રજૂઆત કરવા પાલિકા પર ગયા પરંતુ ત્યાં ચીફ ઓફિસર કે પ્રમુખ નહીં મળતા તેમની સમસ્યાનો કોઈ જ અંત આવ્યો ન હતો.
મળતી માહિતી અનુસાર રાજપીપળા શહેરમાં અમુક વિસ્તાર બાદ કર્યા બાદ બાકીના તમામ વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર કટોકટી છે અને એ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા આ બાબતે કોઇજ પગલાં લેવાતા નથી તો શું આ જવાબદારી ચીફ ઓફિસર કે પ્રમુખની નથી..? કેમ ચીફ ઓફિસર પાયાની સુવિધા બાબતે વેરો ભરતો પ્રજા સામે આંખ આડા કાન કરે છે. ? કેમ પાણી જેવી બાબત ને નજર અંદાજ કરી આકરી ગરમી માં પાણી ની સમસ્યા દૂર કરવા જવાબદાર કર્મચારીઓ ને કઈ કહેતા નથી, ભલે તેઓ અહીંયા ઇન્ચાર્જ અધિકારી તરીકે આવે છે પરંતુ જવાબદારી માંથી કેમ છટકે છે.
સાથે સાથે સ્થાનિક પાલિકા પ્રમુખ પણ પાણી ની ગંભીર સમસ્યા થી અવગત છે છતાં કેમ આ માટે કોઈ પગલા લેતા નથી, જોકે જાણવા મળ્યા મુજબ કુંભારવાડ ના મહિલાઓ પાણી માટેની રજૂઆત કરવા પાલિકા કચેરી ઉપર ગયા ત્યારે ત્યાં ચીફ ઓફિસર કે પ્રમુખ કોઇજ મળ્યું ન હતું માટે કોઇજ જવાબદાર વ્યક્તિ નહીં હોવાથી રજૂઆત કોને કરવી તેવા સવાલ ઉઠ્યા હતા ત્યારે રાજપીપળા દરબાર રોડ સહિત અનેક વિસ્તારો માં પાણી ની સમસ્યા નો અંત આવે તેવી લોકમાંગ છે

(10:34 PM IST)