<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

છોટાઉદેપુર જિલ્લામાં ફરી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત: ખેડૂતો ટ્રેક્ટર અને કારબા લઈને રાતભર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા

ખેડૂતોના આક્ષેપ મુજબ પંપ પર ડીઝલ ઉપલબ્ધ હોવા છતાં પૂરતું વિતરણ કરવામાં આવતું નથી. એક પંપ પર ડીઝલ ન મળતા ખેડૂતો બીજા પંપ તરફ દોડધામ

છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની અછત ગંભીર બની છે. ખેતીનો સમય નજીક આવતા ખેડૂતો ટ્રેક્ટર અને કારબા લઈને રાતભર પેટ્રોલ પંપો પર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલા પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. ખેડૂતોના આક્ષેપ મુજબ પંપ પર ડીઝલ ઉપલબ્ધ હોવા છતાં પૂરતું વિતરણ કરવામાં આવતું નથી. એક પંપ પર ડીઝલ ન મળતા ખેડૂતો બીજા પંપ તરફ દોડધામ કરી રહ્યા છે. ચોમાસું નજીક આવતા ડીઝલની અછત ખેડૂતો માટે મોટી ચિંતા બની છે. હવે તંત્ર ખેડૂતોની મુશ્કેલી ક્યારે દૂર કરે છે તે જોવું રહ્યું.

(11:23 PM IST)