<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

સુરત સિવિલ હોસ્પિટલમાં ડોકટરો અને સ્ટાફની ભારે અછત :OPD સ્ટાફ રજા પર :તંત્રની બેદરકારીથી દર્દીઓને હાલાકી

દાંતના ઓપરેશન માટે દર્દીઓને 50 દિવસથી વધુનું વેઈટિંગ અપાતું હોવાનો અને દર્દી સાથે ખરાબ વર્તન કરાયાનો પણ આરોપ

સુરત સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો અને સ્ટાફની અછતને કારણે દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દાંતના ઓપરેશન માટે દર્દીઓને 50 દિવસથી વધુનું વેઈટિંગ આપવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ OPDનો સ્ટાફ પણ રજા પર ઉતરી જતાં દર્દીઓને સારવાર માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. સ્ટાફની અછત અને સિવિલ તંત્રની બેદરકારી સામે દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના ડીન દ્વારા દર્દી સાથે ખરાબ વર્તન કરાયાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે એક દર્દીએ મુખ્યમંત્રી, આરોગ્ય પ્રધાન અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને વહેલી તકે ડૉક્ટરો અને સ્ટાફની અછત દૂર કરવાની માંગ કરી છે.

(8:17 PM IST)