<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

સુરતના વેસુમાં એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાતા 9 મહિનાના બાળક સહીત અનેક લોકો ફસાયા : ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું

માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં ફાયર વિભાગે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. 9 મહિનાના બાળકનો આબાદ બચાવ થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. એપાર્ટમેન્ટની લિફ્ટ અચાનક ટેકનિકલ ખામીને કારણે બંધ થઈ જતાં તેમાં સવાર માસૂમ બાળકો અને અન્ય લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

લિફ્ટ ચાલુ હતી ત્યારે અચાનક ખોટવાઈ ગઈ હતી. જેમાં 9 મહિનાના નાના બાળક સહિત અનેક લોકો અંદર કેદ થઈ ગયા હતા. ગૂંગળામણ અને ગભરાટના માહોલ વચ્ચે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મેસેજ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થિતિની ગંભીરતા પારખીને ટીમે તાબડતોબ કામગીરી શરૂ કરી હતી. 

માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં ફાયર વિભાગે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. 9 મહિનાના બાળકનો આબાદ બચાવ થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો. તમામ લોકો હેમખેમ બહાર નીકળતા ફાયર ટીમનો આભાર માન્યો હતો.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લિફ્ટ ફસાવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓ લિફ્ટના મેન્ટેનન્સ અને સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરી રહી છે.

(1:55 PM IST)