<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

અમદાવાદમાં જમીન વિવાદમાં ગોળીબાર કરનાર નિવૃત્ત DySP સહીત ત્રણેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સર્જાયેલી ખેંચતાણ અને હંગામા વચ્ચે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા

અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં જમીન વિવાદ દરમિયાન ગોળીબાર કરવાના આરોપમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર અને પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સર્જાયેલી ખેંચતાણ અને હંગામા વચ્ચે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જ્યાં નિવૃત્ત અધિકારીએ પોલીસ પર જમીન હડપવા માટે અન્ય તત્વો સાથે મેળાપીપણું હોવાનો આક્ષેપ કર્યો હતો. અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયેલા આ ત્રણેય આરોપીઓ માટે પોલીસે હાલ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી છે.

(1:02 PM IST)