તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
રાજપીપળા ટાઉન પો.સ્ટે.ને અડીને આવેલી બે બેન્કો બહાર ગંભીર ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ
નાગરિક બેંક અને બેંક ઓફ બરોડા બહાર આડેધડ પાર્ક થતા વાહનોના કારણે સ્ટેશન રોડ જેવા મુખ્ય માર્ગ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ટાઉન પ્લાનિંગ મુજબ દબાણો હટતા નથી જ્યારે દિવસે દિવસે વાહનોની સંખ્યા વધતી હોય સ્ટેટ સમયના રસ્તા સાંકડા પડતા વારંવાર ટ્રાફિક જામ જોવા મળે છે. ત્યારે હાલમાં રાજપીપળા ટાઉન પો.સ્ટે.ને અડીને જ આવેલી નાગરિક બેંક અને બાજુની બેંક ઓફ બરોડા બહાર આડેધડ વાહનો પાર્ક થતા પગપાળા જવું પણ મુશ્કેલ બન્યું છે. જેમાં ખાસ કરીને બેંક ઓફ બરોડા માં અન્ય બે બેન્કો નો સમાવેશ થયો હોય ગ્રાહકો ના વાહનો પણ બમણા થયા છે તદુપરાંત બરોડા બેંક માં અંદર પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં ગ્રાહકો ને અંદર પાર્કિંગ ન કરવા દેતા રોજના હજારો ગ્રાહકોની આવન જાવન માં આખો દિવસ ટ્રાફિક જામ જોવા મળે છે ત્યારે પોલીસ માટે આ સમસ્યા હેડેક બની ચુકી હોય તંત્ર બેંક સત્તાધીશો ને નોટિસ ફટકારી ટ્રાફિક સમસ્યા હળવી કરે તેવી માંગ ઉઠી છે.ટ્રાફિક અને ટાઉન પોલીસ સાથે પાલીકા વિભાગ આખા શહેર માં જોવા મળતી આ ગંભીર તકલીફ બાબતે કડક પગલાં લે એ જરૂરી છે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
