તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Sunday, 24th May 2026
અમદાવાદના 'છાસવાલા' આઉટલેટમાં ગંભીર લાપરવાહી:ગ્રાહકે ખરીદેલા અંજીર શેકમાંથી મરેલો જીવડો નીકળતા ખળભળાટ
બ્રાન્ડેડ પીણામાં અખાદ્ય જીવજંતુ મળ્યા બાદ જાગૃત ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી

અમદાવાદ :શહેરના જાણીતા અને પોશ વિસ્તાર ગણાતા IIM રોડ પર આવેલી પ્રખ્યાત 'છાસવાલા' આઉટલેટમાંથી ખરીદવામાં આવેલા અંજીર શેકમાંથી મરેલો જીવડો નીકળતા ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટના બાદ ગ્રાહકે સમગ્ર મામલે તંત્ર સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો અનુસાર આ ચોંકાવનારી ઘટના ગત 22 મેના રોજ બની હતી. એક જાગૃત ગ્રાહકે અમદાવાદના IIM રોડ પાસે આવેલા 'છાસવાલા'ના સેન્ટર પરથી અંજીર શેક ખરીદ્યો હતો. ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા માટે ખરીદેલા આ પ્રીમિયમ શેકનો ગ્રાહકે જેવો જ ઉપયોગ શરૂ કર્યો, કે તરત જ તેમાં કંઈક શંકાસ્પદ વસ્તુ નજરે પડી હતી. બારીકાઈથી જોતા માલૂમ પડ્યું કે શેકની અંદર એક મરેલો જીવડો હતો. આ પ્રકારે જીવજંતુ નીકળતા ગ્રાહક પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ ગંભીર લાપરવાહી સામે ગ્રાહકે માત્ર આઉટલેટના સ્ટાફ સામે વિરોધ જ ન દર્શાવ્યો, પરંતુ કાયદેસરની કાર્યવાહી તરફ પગલાં ભર્યા છે. ગ્રાહક દ્વારા આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગમાં પુરાવા સાથે લેખિતમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગ્રાહકની માંગ છે કે આવી જાણીતી બ્રાન્ડ્સ સામે કડક તપાસ કરવામાં આવે અને તેના ફૂડ સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
