તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા: મહાવીર સોસાયટીમાં 400થી 500 જેટલા લોકો રસ્તા પર ઉતર્યા: ચક્કાજામ
જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી

સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાવીર સોસાયટીમાં પાણીની સમસ્યાથી પરેશાન 400થી 500 જેટલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી સુરત મહાનગરપાલિકા (SMC) સામે વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિક રહિશોના આક્ષેપ મુજબ, મહાવીર સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. પાણી જેવી પાયાની સુવિધા માટે પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી હોવાના કારણે રહિશોમાં ભારે નારાજગી છે.
પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગ સાથે સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ચીમકી ઉચ્ચારી હતી કે જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. હવે સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
