News of Sunday, 19th July 2026
વાપી મનપાના બે કોર્પોરેટરો વિરુદ્ધ ગંભીર ફરિયાદ: ચૂંટણીમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કાર્યનો આક્ષેપ :સભ્યપદ રદ કરવા માંગ
વોર્ડ 3ના ભાજપના બે સભ્યો વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી,સમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી સામે આક્ષેપ:નકલી લિવિંગ સર્ટિફિકેટ આપી જીત્યા હોવાનો દાવો:બંને કોર્પોરેટરોનું સભ્યપદ રદ કરવા કોંગ્રેસની માંગ :ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરતા ભારે રાજકીય ખળભળાટ.

વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૩ના શાસક પક્ષ ભાજપના બે વર્તમાન કોર્પોરેટરો સમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી વિરુદ્ધ ચૂંટણીમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની ગંભીર ફરિયાદ ઉઠતાં વાપીના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બંને સભ્યોએ પાલિકાની ચૂંટણી વખતે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે નકલી લિવિંગ સર્ટિફિકેટ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) રજૂ કરીને સત્તા મેળવી હોવાના સનસનાટીપૂર્ણ આક્ષેપ સાથે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પંચને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવાના આ ગંભીર મામલાને લઈને વિપક્ષ કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં આવી ગઈ છે અને બંને કોર્પોરેટરોનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે, જેને પગલે આગામી દિવસોમાં વાપી મનપાનું રાજકીય તાપમાન વધવાના પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
