<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર-2માં બૂથ કેપ્ચરિંગના ગંભીર આક્ષેપો

કોંગ્રેસના ઉમેદવાર સૂર્યસિંહ ડાભીએ આરાધના સ્કૂલ ખાતે બૂથ કેપ્ચરિંગ થયું હોવાનો દાવો કર્યો:કોંગ્રેસે કલોલના ભાજપના ધારાસભ્ય અને તેમના સમર્થકો પર આક્ષેપ લગાવ્યા

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર-2માં બૂથ કેપ્ચરિંગના ગંભીર આક્ષેપો થયા છે. કોંગ્રેસના ઉમેદવાર સૂર્યસિંહ ડાભીએ આરાધના સ્કૂલ ખાતે બૂથ કેપ્ચરિંગ થયું હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસે કલોલના ભાજપના ધારાસભ્ય અને તેમના સમર્થકો પર આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારના દાવા મુજબ, રૂમાલથી CCTV કેમેરા ઢાંકીને બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. સમગ્ર મામલાની જાણ થતાં SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, બૂથ કેપ્ચરિંગના આક્ષેપોને લઈને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

(6:49 PM IST)