તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 9th November 2026
દીકરી અને પત્નીના વિયોગે લીધો પ્રૌઢનો ભોગ: જામનગરમાં એકલવાયા જીવનથી કંટાળી અહેમદભાઈએ કર્યો આપઘાત
ખોજાગેઈટ વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષીય વૃદ્ધે પંખા સાથે દોરી બાંધી જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર: જામનગર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં પરિવારના સભ્યોના એક પછી એક અવસાનથી ઊંડા માનસિક આઘાતમાં સરી પડેલા એક પ્રૌઢે અંતિમ પગલું ભરી લીધું છે. જામનગરના ખોજાગેઈટ ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષીય અહેમદઅમીન હુશેનભાઈ આમરોણીયા નામના પ્રૌઢે પોતાના જ ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ਖાઈને જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને પરિવારજનોમાં ભારે હૈયાવરાળ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર અહીં ખોજાગેઈટ ટીટોડી વાડીમાં રહેતા અહેમદનવાઝ અહેમદઅમીન આમરોલીયા જાતે સુમરા ઉ.વ. ૨૬ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૮ ના રોજ આ કામે મરણ જનાર અહેમદઅમીન હુશેનભાઈ આમરોણીયા ઉ.વ.૬૬ની પત્નિનું ૨૦૧૯માં અવસાન પામેલ હોય તથા તેના દિકરી શાહીનબેન ગઈ તા. ૧૯-૧-૨૬ ના રોજ મરણ ગયેલ હોય જેના વિયોગમાં રહેતા હોય અને છેલ્લા ઘણા સમયથી ડીપ્રેશનમાં રહેતા હોય અને એકલવાયું જીવન જીવતા હોય જેનું મનમાં લાગી આવતા પોતાની જાતે રૂમમાં છતમાં પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ મરણ ગયેલ છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
