<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ

સત્તાનું સુકાન સોંપવા કવાયતઃ અનેક નામોની લોકોમાં ચર્ચા

અમદાવાદઃ છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર, બોડેલી, સંખેડા, નસવાડી, કવાંટ પાવી, જેતપુર કદવાલ એમ સાત તાલુકા પંચાયત તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકાના પ્રમુખ પદ માટેની ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા બોડેલી એપીએમસી ખાતે રાખવામાં આવી છે 

 

છોટાઉદેપુર જિલ્લામાં ચાર તાલુકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે જ્યારે કવાંટ તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટે સભ્યો ખૂંટે છે. જ્યારે છોટાઉદેપુર અને કદવાલ તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટે સભ્યો ખૂંટે છે. જેને લઈને તમામ તાલુકા માંથી ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્યોને બોડેલી એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયામાં બોલાવવામાં આવ્યા હતા અને જેમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ પ્રમુખ પદનું નામ સેન્સ પ્રક્રિયામાં આપ્યું છે જ્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ મહુમતી છે

 

જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે જિલ્લા પંચાયત સભ્યોએ પ્રદેશ નિરીક્ષકો મિતેશભાઇ પટેલ સાંસદ આનંદ સીલ્પેશભાઈ દેસાઈ પૂર્વ જિલ્લા મહામંત્રી વલસાડ સોનલબેન સોલંકીની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.

 

જ્યારે પ્રદેશ માંથી આવેલા નિરીક્ષકો એ તમામની રજૂઆતો સાંભળી હતી અને પ્રદેશ કક્ષાએ યાદી મોકલશે અને તાલુકા પંચાયત પ્રમુખ , જિલ્લા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખના નામો પ્રદેશ કક્ષાએથી જાહેર કરશે હાલ તો ચૂંટાયેલા સભ્યો માંથી કોને પ્રમુખ બનાવવા તેની કવાયત ચાલી રહી છે.

(4:09 PM IST)