<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

સીપી સહિત સિનિયર જુનિયર IPS કે DYSP બદલીઓ રથયાત્રા પહેલા નહીં થાય....

કલેક્‍ટર, મ્‍યુનિસિપલ કમિશનર, ડીડીઓ વિગેરે ધરખમ ફેરફાર ભલે થયા પણ પોલીસ તંત્રને હજુ રાહ જોવી પડશે... : અમિતભાઈ દ્વારા પોતે જે જવાબદારી સંભાળતા તે અપવાદ બાદ કરતાં હર્ષભાઈ સંઘવીને સત્તાઓ ફાળવી છે, આપ, કોંગ્રેસ દ્વારા લો એન્‍ડ ઓર્ડર, ડ્રગ્‍સ મુદે ૨૦૨૭માં લડત આપનાર હોય પોસ્‍ટિંગમાં ખૂબ મનોમંથન કરવું પડે તેમ છે

રાજકોટ, તા.૨૫: તા. IAS લેવલે કલેક્‍ટર, મ્‍યુનિસિપલ કમિશનર, જીલ્લા વિકાસ અધિકારીઓ સહિત ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓ અંતર્ગત ધરખમ ફેરફાર થયા, આ ફેરફાર પછી લાંબા સમયથી પોલીસ કમિશનરથી માંડી DYSP લેવલે ફેરફારની વાતો ચર્ચાતી હોય છે.આ અગાઉ ૧૦ દિવસમાં ફેરફાર થશે તેવી ચર્ચાઓ પણ ચાલી હતી..                        

લેટેસ્‍ટ ચર્ચાઓ મુજબ હાલમાં સિનિયર IPS લેવલે બદલીઓ અંગે ગાંધીનગરમાં કોઈ સળવળાટ નથી.  પ્રથમ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ, હવે રાજસભા માટે ઉમેદવાર પસંદગી, આ બધી પ્રક્રિયા માટે મુખ્‍ય મંત્રી, નાયબ મુખ્‍ય મંત્રી અવાર નવાર દિલ્‍હી દોડી જવું પડતું હોવાથી IPS ફેરફાર  માટે વિચારણાનો કોઈ સમય નથી. આ વખતના ફેરફાર ગમે તેને બેસાડી દેવા જેવા નથી, કાયદો વ્‍યવસ્‍થા, ડ્રગ્‍સ વગેરે મુદ્દા આમ આદમી પાર્ટી ખૂબ ઉછાળવાની હોવાથી , પ્રજામાં સારી ઈમેજ સાથે લોકોમાં પણ છબી ખરાબ ન હોય તે બાબત વિચારવાનું છે.  પોલીસ કમિશનર દરજ્જે એડિશનલ પોલીસ મહાનિર્દેશક દરજ્જે સરકાર માટે પસંદગી લિમિટેડ છે.  એક એવી ચર્ચા ચાલે છે કે ભૂતકાળમાં એક મહત્‍વના શહેરમાં એડિશનલ ડીજીપી પોસ્‍ટ ડાઉન ગ્રેડ કરી ડીઆઈજી લેવલનો બનાવેલ, તેવું નહીં પણ સિનિયર IG લેવલ સુધી પસંદગી કરવા પણ વિચારણા છે, હાલના ACB વડા પિયુષ પટેલને પણ એક્‍ઝિકયુટિવમાં પોસ્‍ટિંગ બાબત વિચારણા છે.              

રાજ્‍ય સરકાર માટે અમદાવાદની એને ભાવનગર સહિતના શહેરોની રથયાત્રા બંદોબસ્‍ત અને વિશેષ અમદાવાદ કે દેશમાં કુંભ યાત્રા પછી બીજા નંબરની છે, તે ટોપ પ્રયોરીટી છે. જેની તૈયારીઓ એક સપ્તાહમાં શરૂ થનાર છે જેમાં રાજ્‍યભરમાંથી પોલીસ અધિકારીઓ અને અમદાવાદનો અનુભવી સ્‍ટાફ હોય છે, આ બાબત કેન્‍દ્રમાં રાખી રથ યાત્રા પહેલા ફેરફારની શકયતા બિલકુલ ઓછી હોવાનું સૂત્રો જણાવે છે.

(3:25 PM IST)