તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
મેઘરાજાનો સેકન્ડ રાઉન્ડઃ કાલથી ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, અસહ્ય બફારામાંથી મળશે મુક્તિ
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ્સ સક્રિય થતાં પવનોની દિશા બદલાશેઃ અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન ખાતાની આગાહી

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વરસાદની લાંબી ખેંચ અને અસહ્ય ઉકળાટ-બફારાથી ત્રસ્ત નાગરિકો માટે આખરે રાહતના મોટા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ અને સ્થાનિક હવામાન નિષ્ણાતોના પૂર્વાનુમાન મુજબ, ૧૬ જુલાઈથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે અને મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરશે. ૧૬ જુલાઈથી અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની સત્તાવાર આગાહી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં એક નવી વેધર સિસ્ટમ સક્રિય થઈ છે, જે પヘમિ તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમના -ભાવ હેઠળ પ?મિ અને દક્ષિણ-પヘમિ દિશા તરફથી ભેજવાળા પવનો ફૂંકાવાનું શરૂ થશે, જેના કારણે ૧૫ જુલાઈની સાંજથી જ આકાશ વાદળછાયું બનશે અને ૧૬મીથી વરસાદનો નવો ઉત્સાહજનક રાઉન્ડ શરૂ થઈ જશે. ખાસ કરીને ૧૬ જુલાઈથી ૨૦ જુલાઈ સુધી સળંગ પાંચ દિવસ રાજ્યમાં સારો વરસાદ વરસવાની આશા છે. ત્યારબાદ ૨૧ થી ૨૪ જુલાઈ દરમિયાન પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે.
રાજ્યમાં અત્યાર સુધી વરસાદ ખેંચાવાને કારણે વાવણી કરી ચૂકેલા જગતના તાત ચિંતામાં મુકાયા હતા, પરંતુ હવે આ નવા વરસાદી રાઉન્ડથી પાકને નવું જીવનદાન મળશે અને જળાશયોમાં પાણીની આવક વધશે. બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક વહીવટી તંત્રો પણ પ્રી-મોન્સૂન કામગીરીને આખરી ઓપ આપી સંભવિત ભારે વરસાદને પહોંચી વળવા એક્શન મોડમાં આવી ગયા છે. નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં વોટર પંપ તૈનાત કરી દેવામાં આવ્યા છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
