તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
દાહોદની ડોકી જેલ, દેવગઢ બારીયા જેલ, અને ઝાલોદ સબજેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
BDDS, SOG, રૂરલ અને સબજેલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા જેલ પરિસરમાં તપાસ હાથ ધરાઈ

દાહોદની સબ જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રાજ્ય DGP ને સત્તાવાર મળેલા ઇ મેઇલ મુજબ કાર્યવાહી કરવામાં આવી. આખા ગુજરાતની જેલમાં ઇ મેઇલ મળ્યા બાદ તપાસ હાથ ધરાઈ હતી. દાહોદમાં પણ સુરક્ષાના ભાગરૂપે જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. BDDS, SOG, રૂરલ અને સબજેલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા જેલ પરિસરમાં તપાસ હાથ ધરાઈ હતી . દાહોદની ડોકી જેલ, દેવગઢ બારીયા જેલ, અને ઝાલોદ સબજેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું . સર્ચ ઓપરેશન દરમિયાન કોઈપણ સંદીગધ ચીજ વસ્તુઓ ના મળી આવી .
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
