<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો: ઊંચા તોતિંગ મોજા ઊછળ્યા

દરિયામાં તોફાન હોવા છતાં કેટલાક લોકો ભયજનક અંતરે દરિયા કિનારે જોવા મળ્યા

વલસાડના તિથલનો દરિયો આજે તોફાની બન્યો હતો અને ઊંચા તોતિંગ મોજા ઊછળ્યા હતા. દરિયાદેવના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં લોકો પણ દરિયા કિનારે ઉમટ્યા હતા. દરિયામાં તોફાન હોવા છતાં કેટલાક લોકો ભયજનક અંતરે દરિયા કિનારે જોવા મળ્યા હતા. આ દરમિયાન એક માતા બેદરકારીપૂર્વક પોતાના બાળક સાથે દરિયાકિનારે જ બેસી રહેતા દરિયાની થાપટો વાગતાં તણાતાં બચી હતી. આ દ્રશ્યો જોઈ સ્થળ પર હાજર પોલીસકર્મીએ લોકોને દરિયાકિનારાથી દૂર કર્યા હતા. ચોમાસાના સમયે દરમિયાન દરિયો તોફાની સ્વરૂપે જોવા મળે છે.

(11:29 PM IST)