News of Tuesday, 7th July 2026
ભારે વરસાદની આગાહીને પગલે કાલે સુરત અને નવસારી જિલ્લામાં સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય
બંને જિલ્લામાં વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી તંત્ર દ્વારા શાળા-કોલેજોમાં રજાનો નિર્ણય લેવાયો

ભારે વરસાદની આગાહીને પગલે સુરત અને નવસારી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવસારીમાં ભારે વરસાદને પગલે 8 જુલાઈના રોજ તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો છે
આ અંગે કલેક્ટરે ટ્વીટ કરીને સત્તાવાર માહિતી આપી છે, જે મુજબ આ રજા જિલ્લાની તમામ શાળા અને કોલેજોને લાગુ પડશે.તે જ રીતે સુરત જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે 8 જુલાઈના રોજ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત સુરતની તમામ મનપા તેમજ નગરપાલિકાઓની શાળાઓ બંધ રહેશે. આમ, સુરત અને નવસારી બંને જિલ્લામાં વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી તંત્ર દ્વારા શાળા-કોલેજોમાં રજાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
