તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના અમદાવાદ,વડોદરા અને સુરત સહીત અનેક જિલ્લામાં શાળા કોલેજમાં રજા જાહેર
અમદાવાદ, વડોદરા, સુરત ખેડા બાદ હવે ગાંધીનગર, નર્મદ આણંદ, દાહોદ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર.

અમદાવાદ : રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લામાં શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ છે, 31 જુલાઈથી 2 ઑગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત ખેડા બાદ હવે ગાંધીનગર, નર્મદ આણંદ, દાહોદ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર કરાઈ છે
જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ આદેશ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડશે. જેમાં તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને સ્વનિર્ભર (પ્રાઈવેટ) શાળાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને તમામ અધ્યાપન મંદિરો તેમજ કૉલેજો આ સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે
જિલ્લા વહીવટીતંત્ર અને DEO દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો અને સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે, રજા અંગેની માહિતી વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી WhatsApp, SMS કે અન્ય માધ્યમો દ્વારા તાત્કાલિક પહોંચાડવામાં આવે. આ સાથે જ અફવાઓથી બચીને આગામી સમયમાં તંત્ર દ્વારા મળતી માત્ર અધિકૃત સૂચનાઓનું જ ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
