તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
અમદાવાદમાં શનિવારે શાળા -કોલેજ બંધ રહેશે : શુક્ર-શનિ બાદ રવિવારની રજાનો મળશે લાભ
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી અને પૂર જેવી સ્થિતિને કારણે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી અને પૂર જેવી સ્થિતિને કારણે આવતીકાલે પણ તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે
સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંગણવાડીઓ પણ બંધ રાખવાની સૂચના અપાઈ છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓને સત્તાવાર પરિપત્ર કે સૂચનાઓનું જ પાલન કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવા વિનંતી કરાઈ છે
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
