તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
નરવાડી-ચિકાલી વચ્ચે પાણીનો પ્રવાહ વધતા શાળામાં જતા બાળકો અને વાહન વ્યવહાર થંભી ગયો
રસ્તા ઉપરજ નદીની જેમ ખતરનાક પાણીનો પ્રવાહ વધતા રસ્તો બંધ થતા ગામ સંપર્ક વિહોણું બન્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નરવાડી-ચિકાલી વચ્ચે વરસાદી પાણીના જોરદાર વહેણથી લોકો અને વિદ્યાર્થીઓ ફસાયા, યુવાને વીડિયો વાયરલ કરી તંત્રને ઉકેલ લાવવા અપીલ કરી
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સતત વરસાદના કારણે નરવાડી અને ચિકાલી ગામ વચ્ચે આવેલા માર્ગ પર વરસાદી પાણીનું જોરદાર વહેણ ફરી વળ્યું હતું. ભારે વહેણને કારણે સ્થાનિક ગ્રામજનો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ રસ્તામાં ફસાઈ ગયા હતા અને વાહન વ્યવહાર પણ અટકી પડતા ગામ સંપર્ક વિહોણું બન્યું. તેમજ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ બાબતે ગામના એક જાગૃત યુવાને સ્થળ પરનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે લોકો જીવના જોખમે રસ્તો ઓળંગવાની સ્થિતિ જોવા મળે છે. વીડિયોના માધ્યમથી તેમણે જિલ્લા તંત્ર અને સંબંધિત વિભાગોને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અપીલ કરી છે.
સ્થાનિકોની માંગ છે કે આ સ્થળે યોગ્ય પુલ અથવા સુરક્ષિત માર્ગની વ્યવસ્થા કરવામાં આવે જેથી દર ચોમાસે લોકોને અને વિદ્યાર્થીઓને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેમજ કોઈ જાનહાનિ જેવી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
