<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ગાંધીનગરથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ‘સ્કૂલ ઑન વ્હીકલ’નું લોકાર્પણ

આધુનિક સુવિધાઓથી સજ્જ કુલ 12 બસોનું લોકાર્પણ કરાયું જેમાંથી 11 બસો અગરિયા વિસ્તારની ‘રણશાળા’ માટે ફાળવવામાં આવી

ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ  સંઘવીના હસ્તે અગરિયા વિસ્તારના બાળકો માટે ખાસ તૈયાર કરાયેલી ‘સ્કૂલ ઑન વ્હીકલ’ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગાંધીનગર ST બસ ડેપોથી વાહન વ્યવહાર વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. રમતગમતના સાધનો, સોલાર સિસ્ટમ અને ટીવી ડિશ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કુલ 12 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાંથી 11 બસો અગરિયા વિસ્તારની ‘રણશાળા’ માટે ફાળવવામાં આવી છે. આ પહેલથી દૂરદરાજના વિસ્તારોમાં રહેતા બાળકોને શિક્ષણની વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે.

(11:43 AM IST)