તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
અમદાવાદમાં મહાયુદ્ધની તૈયારીઓ જેવા દ્રશ્યો સર્જાયા છે
આખી રાત પોલિસના સાયરનોની ચિચીયારી,વજનદાર બુટના અવાજો, બેકાબુ ટોળાંને કાબુમાં કરી શકે તેવા પાણીના ધોધ વહેવડાતા મશીન સાથે RAF, અર્ધ લશ્કરી દળના વાહનોની ભરમાર રીહર્સલ, ધાબા પરથી નિરીક્ષણનો સંગમ : મામાના ઘેરથી પરત ફરેલા, ભગવાનના નેત્રોત્સવ વિધિ ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે સંપન્નઃ ભાવિકો ભાવ વિભોર બન્યા : ૩૦ હજાર પોલિસના બંદોબસ્ત પોઇન્ટ ફાળવવા cp એ AI ની મદદ લિધીઃ અનુપમસિંહ ગેહલોત, શરદ સિંઘલ, નીરજ બડ ગુજ્જર, જયપાલસિંહ રાઠોડ, અશ્વિન ચૌહાણના માર્ગદર્શનમાં ૧ હજાર અધિકારીઓ સુપરવિઝન સંભાળી રહ્યા છે

રાજકોટ, તા.૧૪: અમદાવાદમા આખુ અમદાવાદ જેના દર્શન માટે ઉમટનાર છૅ તેવી ઐતિહાસિક રથ યાત્રાનું કાઉન્ટ ડાઉન શરુ થયું છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનરેટ સંભાળી ચૂકેલા બહોળા અનુભવી અનુપમસિંહ ગેહલોતને પોલીસ કમિશનર બનાવી સુકાન સુપ્રત કરેલ હોવાથી પ્રજા, પોલીસ અને પ્રેસની ધરી રચી પોલીસ તંત્રનો ઉત્સાહ વધારવા સાથે જયા જયા નીકળે છે, ત્યાં લોકો દ્વારા તેમને રૂબરૂ જોવા અને સ્વાગત કરવા ઉમટી પડે છે.
પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ,જોઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડ ગુજ્જર, એડી. પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ, એડી. પોલીસ કમિશનર ટ્રાફિક અશ્વિન ચૌહાણની નિશ્રામાં પોલીસ ૩૦ હજારથી વધુ પોલીસ દળ, ૧ હજાર આધિકારીઓનું સુપરવિઝન, SRP, બેકાબુ ટોળાંને પાણીના ધોધથી કાબુમાં કરવાની શક્તિ ધરાવતા, RF રેપિડ એકશન ફોર્સ, ચેતક કમાન્ડો, બોંબ સ્કોડ, ડ્રોન ચેકીંગ, ધાબા પોઇન્ટ, ૨૪ કલાક વજનદાર પોલીસ બૂટના અવાજો અને માં હોલ પોલિસની છાવણીઓ કોઈ મહા યુદ્ધના મોરચા જેવો માહોલ સર્જયો છે.
બીજી તરફ જગન્નાથ મંદિરમા મામાના ઘેરથી પરત ફરેલ, અને જૂની પરમ્પરા મૂજબ ભગવાન મામાંને ઘરે ખૂબ લાડ પ્રેમથી રાવણા જાંબુ વિગેરે ખાવાથી આંખો આવી જાય છે, તેવી માન્યતા આધારે આંખ ઉપર જે પાટા બાંધ્યા હોય તે છોડવાની વિધિ નેત્રોત્સવ વિધિ કહેવાય છેં.
AI ની મદદથી તમામની ડિજિટલ હાજરી સાથે પોઇન્ટ ફાળવયાં છે, ડીસીપી અજિત રાજિયાણ, રૂપલ સોલંકી હર્ષદ પટેલ સહીતના ડીસીપીઑ સક્રિય બન્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવનથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. તેમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓ જોડાયા હતા. બેઠકમાં અમદાવાદ, ભાવનગર, ખંભાત સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા જરૂરી તમામ પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
ઓન-ડ્યૂટી પોલીસ કર્મચારીઓએ શકય તેટલો બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવો, રથયાત્રાના રૂટ પરના હિસ્ટ્રીશીટરો સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવી તેમજ લાંબા રૂટ ધરાવતા વિસ્તારોમાં અગાઉથી પોલીસ ફોર્સનું ડી-બ્રિફિંગ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. વરસાદી માહોલને ધ્યાનમાં રાખી રથયાત્રાના માર્ગ પર જોખમી વીજવાયરો દૂર કરવા સંબંધિત વિભાગો સાથે સંકલન સાધવા પણ સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત, ડીજીપીએ રથયાત્રા પહેલા પોલીસ સ્થાનિક લોકો સાથે વધુમાં વધુ સંપર્ક અને સંવાદ કરે તથા કોમી એખલાસનું વાતાવરણ ઊભું થાય તેવા પ્રયાસ કરે તેવા સૂચન પણ કર્યા હતા. માથાભારે તત્ત્વોને પાસા અને તડીપાર કરવાની કામગીરી પણ વેગવંતી બનાવવા સૂચન કર્યા હતા.
વરસાદી વાતાવરણમાં જોખમી વીજ તાર કોઈના મોભી, લાડકવાયાં ન છીનવે તેવી વીજ તંત્ર સાથે સંકલન કરી કાળજી રાખવા ડિજીપીની અપીલ
રથ યાત્રાઃ ગુજરાતભરમાં સંવેદનશીલ વિસ્તારોમાં
બાજ નજર રાખોઃ જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક
ભગવાન જગન્નાથ રથ યાત્રાનું મંદિરે રૂબરૂ પહોંચી, નિરીક્ષણઃ રાજ્યના ટોચના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજી

(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
