<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

સુરતના ભેસાણ-હજીરા હાઈવે રોડ પર ટેન્કરમાંથી ગેરકાયદે LPG ગેસ રીફિલિંગના કૌભાંડનો પર્દાફાશ: 9 આરોપીઓ ઝડપાયા : 56.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

તપાસમાં મુખ્ય આરોપી પવનસિંહ ગુજ્જર HPCL હજીરામાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું:આરોપી સુરેશ બોરીવાલા ગેસના બાટલાની ડિલિવરી કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

સુરતઃ ભેસાણ-હજીરા હાઈવે રોડ પર ટેન્કરમાંથી ગેરકાયદે LPG ગેસ રીફિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રિલાયન્સ ગોડાઉનના પાર્કિંગમાં ગેસની ચોરી કરી રીફિલિંગ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ગેસ રીફિલિંગ કરતા 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં મુખ્ય આરોપી પવનસિંહ ગુજ્જર HPCL હજીરામાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આરોપી સુરેશ બોરીવાલા ગેસના બાટલાની ડિલિવરી કરતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે કુલ રૂ.56.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ટેન્કર, કાર, ગેસની બોટલો અને ખાલી ગેસ બાટલા સહિતનો સામાન સામેલ છે. આરોપીઓ સામે BNS અને LPG રેગ્યુલેશન એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

(7:58 PM IST)