તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Monday, 25th May 2026
સચીનમાં નકલી નોટોથી બકરા ખરીદવાનો કૌભાંડ, ત્રણ સામે ગુનો નોંધાયો
₹50 હજારની નકલી ચલણી નોટો આપી બે બકરા ખરીદ્યા : પૂર્વ આયોજિત કાવતરાનો આરોપ

સુરત : શહેરના સચીન વિસ્તારમાં નકલી ભારતીય ચલણી નોટો વડે બકરા ખરીદવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. આ મામલે સચીન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.સચિન પોલીસે લીબાયતના ગિરિરાજ નગર પાસે મોહમ્મદ ઉલ્ફત શેખ ના કારખાના પર દરોડો પાડીને વધુ તપાસ આદરી છે
ફરિયાદી ભવારલાલ જયચંદ ભાગરીયા (ઉ.વ. ૩૫), મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી અને હાલ વેપાર ધંધો કરતા હોવા અંગેની માહિતી સામે આવી છે. ફરિયાદ મુજબ તા. 17 મે 2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યાના સમયે સચીન-પલસાણા ટી-પોઈન્ટ પાસે આવેલા બ્રિજ નીચે આરોપીઓએ પૂર્વ આયોજનબદ્ધ કાવતરું રચી છેતરપિંડી આચરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપી મોહમ્મદ ઉલ્ફત શેખ, નાઝીર અંસારી અને રઈશ સિદીકીએ ફરિયાદી પાસે બકરા ખરીદવાના બહાને સંપર્ક કર્યો હતો. આરોપીઓએ એક બકરાની કિંમત રૂ.25 હજાર મુજબ બે બકરાના કુલ રૂ.50 હજાર ચૂકવ્યા હતા. બાદમાં ફરિયાદીને જાણવા મળ્યું કે આરોપીઓએ આપેલી ભારતીય ચલણી નોટો નકલી હતી.
આ બનાવ અંગે સચીન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 179, 180, 318(4), 54, 61 અને 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
પોલીસ હાલ આરોપીઓની ભૂમિકા, નકલી નોટો ક્યાંથી લાવવામાં આવી અને અન્ય કોઈ ગેંગ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
