News of Wednesday, 9th September 2026
સૌરાષ્ટ્ર - કચ્છમાં ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર વરસાદી માહોલ જામશે : વાતાવરણ સુધરશે
બંગાળની ખાડીમાં સર્જાનારા લો-પ્રેશર અને સાયક્લોનિક સર્કયુલેશનના પ્રભાવથી રાજ્યમાં વરસાદનું જોર વધશે : સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજનમાં ૧૦૦ મીમીથી વધુ ભારે વરસાદના આઇસોલેટેડ રાઉન્ડની શકયતા : જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની તા. ૯ થી ૧૬ સુધીની આગાહી

રાજકોટ : સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે આગામી દિવસોમાં વરસાદના સંજોગોમાં નોંધપાત્ર સુધારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આગામી ૧૨થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં વરસાદી ગતિવિધિઓ વધવાની પ્રબળ શકયતા છે. દેશમાં સક્રિય વિવિધ હવામાન પરિબળો અને બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલી સિસ્ટમ્સને કારણે વરસાદી માહોલ ફરી જામશે.
હવામાનના મહત્વપૂર્ણ પરિબળો અને સિસ્ટમની સ્થિતિ જોઇએ તો ભારતીય હવામાન વિભાગ (IMD)ના બુલેટિન મુજબ ૯ સપ્ટેમ્બરના રોજ હવામાનમાં નીચે મુજબના મુખ્ય ફેરફારો જોવા મળી રહ્યા છે.
મોન્સૂન ટ્રફ : મોન્સૂન ટ્રફનો પヘમિ છેડો હાલ સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ છે. જ્યારે પૂર્વ છેડો સમુદ્ર સપાટી પર તેની સામાન્ય સ્થિતિ નજીક છે.
નવું લો-પ્રેશર : ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશના દરિયાકાંઠે નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરે અપર એર સાયક્લોનિક સકર્યુલેશન (UAC) સક્રિય છે. જેના પ્રભાવ હેઠળ ૧૦ સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા રચાય તેવી શકયતા છે.
અન્ય સકર્યુલેશન : સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારમાં, ઉત્તર હરિયાણામાં, તથા રાયલસીમાથી ગલ્ફ ઑફ મન્નાર સુધી અલગ-અલગ સ્તરે ટ્રફ અને સાયક્લોનિક સકર્યુલેશન યથાવત્ છે. ઉપરાંત ઉત્તર-પヘમિ ઉત્તર પ્રદેશ પર મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.
વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં બનનારું લો-પ્રેશર સિસ્ટમ્સ દક્ષિણ-પヘમિ તરફ નમશે અને મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રના વિસ્તારો પરથી આગળ વધશે. આ સિસ્ટમ્સ અને મોન્સૂન ટ્રફ દક્ષિણ તરફ ખસીને પોતાની સામાન્ય સ્થિતિમાં આવવાના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે.
IMD GFS અને NOMADS GFS જેવા મોડેલો ગુજરાતમાં ઓછો વરસાદ દર્શાવી રહ્યા છે, પરંતુ ECMWF, ICON સહિતના અન્ય આંતરરાષ્ટ્રીય મોડેલો તેમજ વાસ્તવિક હવામાન સ્થિતિના વિશ્લેષણના આધારે મોડેલ આઉટપુટ કરતા વધુ વરસાદ થવાની ક્ષમતા રહેલી છે.
વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલ ૯ થી ૧૬ સપ્ટેમ્બર સુધીની વિવિધ વિસ્તારોની આગાહી કરતાં જણાવે છે કે,
(૧) ગુજરાત રિજન : ગુજરાત રિજનમાં ખાસ કરીને ૧૨થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ દિવસોમાં છૂટાછવાયા વરસાદની શકયતા છે. ૫૦% વિસ્તારમાં : કુલ ૨૦ થી ૩૫ મિમી વરસાદ થવાની શકયતા. બાકીના ૫૦% વિસ્તારમાં : કુલ ૩૫ થી ૭૫ મિમી વરસાદ થવાની શકયતા. આઇસોલેટેડ સ્થળોએ : અમુક ચોક્કસ વિસ્તારોમાં કુલ વરસાદ ૧૦૦ મિમી (૪ ઇંચ)થી પણ વધી શકે છે.
(૨) સૌરાષ્ટ્ર અને કચ્છ : ૧૨થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અને વરસાદની સંભાવનાઓમાં મોટો સુધારો જોવા મળશે. ૫૦% વિસ્તારમાં : કુલ ૨૫ થી ૫૦ મિમી વરસાદની શકયતા. બાકીના ૫૦% વિસ્તારમાં : કુલ ૨૫ મિમી સુધીના હળવા-મધ્યમ વરસાદની શકયતા. આઇસોલેટેડ સ્થળોએ : કેટલાક સ્થળો પર કુલ વરસાદ ૧૦૦ મિમી (૪ ઇંચ) કરતાં વધુ નોંધાઈ શકે છે.
વિશેષ નોંધ : બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયા બાદ અને તેની ગતિ તથા ટ્રેક નિヘતિ થયા પછી જરૂર જણાય તો આ સમગ્ર આગાહીની પુનઃસમીક્ષા કરવામાં આવશે. (૩૬.૮)
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
