તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
સૌરાષ્ટ્ર કોંગ્રેસનું મંથનઃ રાજકોટમાં રાજકીય સમીક્ષા બેઠકનો ધમધમાટ
મહામંત્રી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની હાજરીમાં લોકસભા-સ્થાનિક ચૂંટણીઓ અંગે વરિષ્ઠ આગેવાનોની વ્યુહરચના

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ અને સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર ઝોનની એક અત્યંત મહત્વની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઈસીસી) અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વની ઉપસ્થિતિમાં આજે બપોરે ૧૨:૩૦ વાગ્યાથી આ બેઠકનો પ્રારંભ થઈ રહ્યો, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના સંગઠન માળખા અને રાજકીય સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે.
આ હાઈપ્રોફાઈલ બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ શ્રી મુકુલ વાસનિકજી ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી પણ મંચસ્થ રહેશે. આ ઉપરાંત, અખિલ ભારતીય કોંગ્રેસ દ્વારા ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરાયેલા સહ-પ્રભારીશ્રીઓ અને પ્રદેશના વરિષ્ઠ આગેવાનો પણ આ સમીક્ષા બેઠકમાં ખાસ હાજર રહેશે.
આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના તમામ જિલ્લાઓના પ્રમુખો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિપક્ષી નેતાઓ સાથે વન-ટુ-વન સંવાદ કરવામાં આવશે. ભાજપ સરકારની લોકવિરોધી નીતિઓ સામે જનતાની વચ્ચે જઈને આક્રમક આંદોલનો કરવા, સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવા અને લોકસભા તેમજ સ્થાનિક ચૂંટણીઓ માટે અત્યારથી જ કાર્યકરોને સક્રિય કરવા અંગે વિસ્તૃત વ્યુહરચના ઘડવામાં આવશે. કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું હોવાથી આ બેઠક રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ ચાવીરૂપ માનવામાં આવી રહી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
