<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

કાલે સરખેજ-ઇસ્કોન એલિવેટેડ કોરિડોર બ્રિજનું થશે લોકાર્પણ: સરખેજથી સડસડાટ વાહનો ગાંધીનગર જઈ શકશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ હસ્તે લોકાર્પણ થશે: સૌરાષ્ટ્રથી ગાંધીનગર આવતા લોકોને અને શહેરીજનોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ.

અમદાવાદમાં એસજી હાઈવે તરીકે ઓળખાતા સરખેજ ગાંધીનગર હાઈવે પરથી હવે સરખેજથી ગાંધીનગર સુધી પહોંચવામાં ટ્રાફિક સિગ્નલ નહીં નડે. સરખેજ-ઇસ્કોન એલિવેટેડ કોરિડોર બ્રિજનું આવતીકાલ 9 નવેમ્બરના રોજ લોકાર્પણ કરાશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ હસ્તે લોકાર્પણ થશે .રૂપિયા 450 કરોડના ખર્ચે 4 કિમીથી લાંબો ઓવર બ્રિજ બનાવાયો છે. સનાથલ ચોકડીથી ગાંધીનગર જવા માટે એક પણ ટ્રાફિક સિગ્નલ નહીં નડે બ્રિજ પરથી રોજના 2 લાખ વાહનો પસાર થશે. સૌરાષ્ટ્રથી ગાંધીનગર આવતા લોકોને અને શહેરીજનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે 

(5:03 PM IST)