તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાને આરે: મહત્તમ સપાટીથી માત્ર ૦.૦૪ મીટર જ દૂર
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૯૯ ટકા ભરાઈ જવાથી રાજ્યના ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે

કેવડિયા : સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાત માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યો છે. હાલમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર થોડે જ દૂર છે અને નર્મદા ડેમના આ મહત્વપૂર્ણ સમાચાર જાણીને રાજ્યના નાગરિકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
હાલની સ્થિતિ મુજબ, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૮.૬૪ મીટરે પહોંચી ગઈ છે, જ્યારે ડેમની મહત્તમ નિર્ધારિત સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર ૦.૦૪ મીટર જ બાકી છે. ઉપરવાસમાંથી ડેમમાં ૫૨,૮૭૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, અને આ સાથે જ ડેમ ૯૯ ટકા ભરાઈ ગયો છે તેમજ ડેમમાં ૫૭૮૮ મિલિયન ક્યુબિક મીટર જેટલું લાઈવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે.
ડેમમાં પાણીની સપાટી વધતાં કેનાલ હેડ પાવર હાઉસના તમામ પાવર પ્લાન્ટ્સ ચાલુ કરી દેવામાં આવ્યા છે અને ત્યાંથી વીજ ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આનાથી રાજ્યમાં વીજળીની માંગને પહોંચી વળવામાં મોટો સહારો મળશે તેમજ હરિયાળી અને ઉદ્યોગોને વેગ મળશે.
નર્મદા ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ ગયો હોવાથી, ગુજરાત રાજ્યને આગામી બે વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈ માટે કોઈ જ મુશ્કેલી નહીં પડે. ડેમ આ બંને જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે, જે ખેડૂતો અને સામાન્ય પ્રજા માટે ખૂબ જ રાહતના સમાચાર છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
