<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

સુરતના કામરેજ વિસ્તારમાં ઓનલાઇન કુરિયર કંપનીને ડિલિવરી બૉય સંજય રાઠોડે લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો

સંજયે માત્ર 5 જ દિવસના ગાળામાં ગ્રાહકો પાસેથી કલેક્ટ કરેલા અંદાજે ₹3.76 લાખની રોકડ રકમ કંપનીના ખાતામાં જમા કરાવી નહોતી.

સુરતના કામરેજ વિસ્તારમાં એક પ્રખ્યાત ઓનલાઈન કુરિયર અને લોજિસ્ટિક્સ કંપની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. કામરેજમાં આવેલી બ્લ્યુ ડાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા એક કર્મચારીએ કંપનીના વિશ્વાસનો ફાયદો ઉઠાવીને હજારો-લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. પકડાયેલા કર્મચારીએ ગ્રાહકો પાસેથી કેશ ઓન ડિલિવરી પેટે આવેલી મોટી રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી નાખી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ છેતરપિંડી કરનાર ડિલિવરી બોયનું નામ સંજય રાઠોડ છે, જે છેલ્લા 10 મહિનાથી કંપનીમાં નોકરી કરતો હતો. સંજયે માત્ર 5 જ દિવસના ગાળામાં ગ્રાહકો પાસેથી કલેક્ટ કરેલા અંદાજે ₹3.76 લાખની રોકડ રકમ કંપનીના ખાતામાં જમા કરાવી નહોતી. પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ડિલિવરી બોયે પોતાની માથે ચડેલી અંગત લોનના હપ્તા  ભરવા માટે કંપનીની આ સરકારી અને ખાનગી પાર્સલની કલેક્શનની રકમ વાપરી નાખી હતી.

જ્યારે ડિલિવરી બોય સંજય રાઠોડે લાંબા સમય સુધી આ મોટી રકમ કંપનીની કેશ વિન્ડો પર જમા ન કરાવી, ત્યારે કંપનીના ઓડિટ અને એકાઉન્ટ વિભાગને શંકા ગઈ હતી. કંપનીના અધિકારીઓએ તપાસ કરતાં આ આખી ઉચાપતનો ભાંડો ફૂટ્યો હતો. કંપનીએ તાત્કાલિક આ સમગ્ર મામલે સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી. કામરેજ પોલીસે આ મામલાની ગંભીરતાને જોઈને બ્લ્યુ ડાર્ટ કંપનીની ફરિયાદના આધારે આરોપી સંજય રાઠોડ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:19 PM IST)