<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

અંબાજી ખાતે સનાતન ધર્મ સંસદની બેઠક : ધાર્મિક પરંપરાના રક્ષણની માંગ

હવે ડાકોર, સોમનાથ, દ્વારકા, સાળંગપુર, પાવાગઢ સહિતના યાત્રાધામોમાં પણ ધર્મ સંસદ બોલાવાશે

રાજકોટ : જગપ્રસિદ્ધ શક્‍તિપીઠ અંબાજી ખાતે સનાતન ધર્મ સંસદ દ્વારા સનાતન ધર્મ, શાષાોક્‍ત પરંપરાઓ અને કર્મકાંડી ભૂદેવોના અધિકારોના રક્ષણ માટે મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અંબાજી મંદિરના દેવસ્‍થાન ટ્રસ્‍ટના વહીવટ, ધાર્મિક પરંપરાઓમાં થઈ રહેલા હસ્‍તક્ષેપ, ધાર્મિક સેવાઓના વ્‍યાપારીકરણ તથા ભ્રષ્ટાચારના ગંભીર મુદ્દાઓ અંગે વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી હતી. સનાતન ધર્મ સંસદે જણાવ્‍યું હતું કે સનાતન ધર્મની આસ્‍થા, આગમશાષા અને શાષાોક્‍ત પરંપરાઓની પૂરતી સમજ ન હોવાને કારણે સરકારી અધિકારીઓ દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જેના કારણે ધાર્મિક પરંપરાઓને નુકસાન પહોંચી રહ્યું છે અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્‍થા દુભાઈ રહી છે. સનાતન ધર્મ સંસદે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે ધ્‍વજારોહણ, યજ્ઞશાળા, ચંડીપાઠ સહિતની ધાર્મિક વિધિઓનું વ્‍યાપારીકરણ તાત્‍કાલિક બંધ કરવામાં આવે, સ્‍થાનિક કર્મકાંડી ભૂદેવોના પરંપરાગત અધિકારોનું રક્ષણ કરવામાં આવે, ભંડારા ગણતરીના છેલ્લા ૧૨ મહિનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે, સમગ્ર પ્રકરણની નિષ્‍પક્ષ તપાસ કરવામાં આવે તેમજ જાહેર ચેરિટેબલ ટ્રસ્‍ટના નામે થતી ફરજિયાત વસૂલાતની પણ તપાસ કરવામાં આવે. તથા અંબાજી વહીવટદાર તાત્‍કાલિક ધોરણે રાજીનામું આપે. સનાતન ધર્મ સંસદે વધુમાં માંગણી કરી છે કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મુખ્‍યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અંબાજી ખાતે સ્‍થાપિત ૫૧ શક્‍તિપીઠોની પ્રાણપ્રતિષ્‍ઠિત મૂર્તિઓમાં કોવિડ બાદ બંધ કરાયેલી દૈનિક થાળ અને નૈવેદ્યની શાષાોક્‍ત પરંપરા તાત્‍કાલિક પુનઃ શરૂ કરવામાં આવે. સનાતન ધર્મ સંસદે સ્‍પષ્ટ કર્યું છે કે આ અભિયાન માત્ર અંબાજી પૂરતું મર્યાદિત નહીં રહેતા હવે ડાકોર, સોમનાથ, દ્વારકા, સાળંગપુર સહિત ગુજરાતના વિવિધ યાત્રાધામોમાં ‘સનાતન ધર્મ સંસદ'ની બેઠકો યોજવામાં આવશે.

 ધાર્મિક પરંપરાઓના સંરક્ષણ તથા શ્રદ્ધાળુઓના હિતના મુદ્દાઓને ઉજાગર કરીને રાજ્‍ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. અંબાજી ખાતે સનાતન ધર્મ સંસદ મહામંડલેશ્વર પરમ પૂજ્‍ય ડોક્‍ટર જ્‍યોતિનાથજીના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવી હતી, ઉપરોક્‍ત બેઠકમાં સમસ્‍ત બ્રહ્મસમાજ, પરશુરામ પરિવાર, વર્લ્‍ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન,  સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્‍યકક્ષા, પરશુરામ ફાઉન્‍ડેશન, કરણી સેના, અખિલ ગુજરાત વિશ્વકર્મા અન્‍યાય નિવારણ સંસ્‍થા, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, વણિક સમાજના અગ્રણીઓ તથા ડો. હેમાંગ વસાવડા, હેમાંગ રાવલ, જગત શુક્‍લ, ડામરાજી રાજગોર, મુકેશ વિશ્વકર્મા, એડવોકેટ બીપીન પટેલ તથા અંબાજીના સ્‍થાનિકો અને મોટી સંખ્‍યામાં ઋષિપુત્રો હાજર રહ્યા હતા. તેમ સનાતન ધર્મ સંસદના પ્રવકતા હેમાંગ મહિપતરામ રાવલ (મો.૯૮૯૮૨ ૩૩૦૩૮)ની યાદીમાં જણાવાયુ છે.

(2:41 PM IST)