તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 4th September 2026
અમદાવાદના થલતેજ વિસ્તારમાં પેલેડિયમ મોલના જ્વેલરી શોરૂમમાં ચોરી કરનાર સેલ્સ એક્ઝિક્યુટિવની ધરપકડ
-- તેણે મોજશોખ, નશો અને ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચ કરવા માટે શોરૂમમાંથી આશરે ₹5.90 લાખની ચોરી કરી

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલના જ્વેલરી શોરૂમમાં ચોરી કરનાર સેલ્સ એક્ઝિક્યુટિવની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દર્શન સોની છેલ્લા 10 મહિનાથી શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. તેણે મોજશોખ, નશો અને ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચ કરવા માટે શોરૂમમાંથી આશરે ₹5.90 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરી કર્યા બાદ આરોપી અમદાવાદ બહાર નાસી ગયો હતો, જોકે પોલીસે તપાસના આધારે તેને ઝડપી પાડ્યો છે. મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
