<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

સાગબારામાં આદિવાસીઓ પોતાના હક, અધિકારને લઈને ખેડાણ કરવા જાય છે ત્યારે વન વિભાગ તેમને અટકાવે છે

જંગલમાં પરંપરાગત રીતે રહેતા અને જંગલ જમીન પર નિર્ભર લોકોના વન અધિકારોને કાયદેસર માન્યતા આપતો કાયદો છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સાગબારા હલગામ પાડી દોધનવાડીના ખેડૂતો ખેડાણ કરવા ગયા હતા જ્યાં વન વિભાગ સતત અટકાવી રહ્યું હતું જેને લઈને શરૂઆતથી જ આગેવાન લીલાબેન વસાવાનો સહયોગ રહ્યો પરંતુ 24 દિવસ ના ધરણા બાદ મંત્રીઓના આશ્વાસન મળતા ધરણાનો કાર્યક્રમનો અંત આવ્યો હતો.

હાલ પરિસ્થિતિ એવી બની છે કે જે FRA 2006 મુજબ આદિવાસીઓ પોતાના હક અધિકાર ને લઈને ખેડાણ કરવા જાય છે ત્યારે વન વિભાગ આગળ આવી તેમને અટકાવી રહ્યું છે
હવે હાલમાં કોંગ્રેસના નેતા સંદિપ માંગરોલા અને યુવા નેતા ધનરાજ વસાવા પણ આ ખેડૂતોના હકને લઈને મેદાનમાં ઉતર્યા છે. જેમાં ખાસ કરીને જે કાયદો છે એ આદિવાસીઓ માટે બનેલો છે અને વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ જમીનને માન્યતા આપતો કાયદો વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ (The Scheduled Tribes and Other Traditional Forest Dwellers (Recognition of Forest Rights) Act, 2006) એ જંગલમાં પરંપરાગત રીતે રહેતા અને જંગલ જમીન પર નિર્ભર લોકોના વન અધિકારોને કાયદેસર માન્યતા આપતો કાયદો છે. જેમાં આદિવાસી મૂળ માલિક છે આ જંગલ જમીન નો આ કાયદો બન્યો છે એ ફક્ત જમીનને માન્યતા આપતો કાયદો છે
હવે હાલ જે પરિસ્થિતિ સર્જાય છે તેમાં એક તરફ વન વિભાગ એવું પણ કહી રહ્યું છે કે 90 દિવસ પછી સનદો મળશે પછી ખેડાણ કરશો , અને એક તરફ FRA 2006 ના કાયદા મુજબ પેન્ડિંગ દાવા હોય તેમને અટકાવી શકાય નહીં , અને આ જગ્યા માં પ્લાન્ટેશન કે વન વિભાગ કોઈ પણ છેડછાડ કરી શકતું નથી પરંતુ આ પાછળ એક હકીકત એવી પણ સામે આવી છે કે ગીર ફાઉન્ડેશન દ્વારા અભિયારણ બનાવા નો પ્રસ્તાવ પણ થયેલો છે અને 69,000 હેક્ટર થી વધુ જમીન માં અભ્યારણ બની શકે છે તેવી વાતો પણ સામે આવી છે.
હવે આ સમગ્ર પરિસ્થિતિમાં એક તરફ વન વિભાગ છે અને એક તરફ સાગબારાના ખેડૂતો અને એક તરફ વિપક્ષના નેતાઓ એ બાયો ચઢાવી કાયદાકીય લડાઈની શરૂઆત કરી છે.
સાગબારાના જંગલ જમીન ખેડાણ મુદ્દે આગેવાન લીલાબેન વસાવા અને કોંગ્રેસ નેતા સંદિપ માંગરોલા, યુવા નેતા ધનરાજ વસાવા એ હલગામ પાડી વિસ્તારના ખેડૂતો જે સ્થળે ઘાસચારો કાપતા હતા એ સ્થળે વન વિભાગ અટકાવી રહ્યું હતું, પરંતુ આગેવાનો એ સ્થળ પર જઈ વન વિભાગના અધિકારીઓ સાથે કાયદાકીય રીતે વાતચીત કરતા મામલો થાળે પડ્યો, છતાં હજુ પણ વન વિભાગ અને ખેડૂતો આમને સામને છે

(12:56 AM IST)