તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
સાગબારા ધરણાનો અંત, પરંતુ જંગલ જમીનનો વિવાદ યથાવત્
નાલ ગામે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે બબાલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : સાગબારામાં 23 દિવસથી ચાલી રહેલા જંગલ જમીનના ધરણાનો મંત્રીઓની હાજરીમાં પારણા કરાવીને અંત લાવવામાં આવ્યો છે. જોકે, ધરણાનો અંત આવ્યા બાદ પણ જંગલ જમીનના ખેડાણનો વિવાદ યથાવત્ જોવા મળ્યો છે.
નાલ ગામના ખેડૂતો ખેડાણ કરવા જતા વન વિભાગના કર્મચારીઓ સાથે ફરી માથાકૂટ થઈ હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે, વનમંત્રી પ્રવીણ માળીએ પેન્ડિંગ દાવા-અરજીઓ અંગે 90 દિવસમાં સનદ આપવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હાલ ખેડૂતોને જમીન ખેડાણ કરવા જતા વન વિભાગ સાથે વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે.
ધરણા સ્થળે વનમંત્રી સહિતના મંત્રીઓએ આશ્વાસન આપી ખેડૂતોના પારણા તો કરાવ્યા, પરંતુ હવે આદિવાસી ખેડૂતોના હક અને અધિકારોનું શું? તેવો સવાલ ઉઠી રહ્યો છે.
નાલ ગામના ખેડૂતોના ખેડાણ દરમિયાન વન વિભાગ સાથે થયેલી બબાલ બાદ ચર્ચા છે કે, શું મંત્રીઓના આશ્વાસન માત્ર ધરણા બંધ કરાવવા પૂરતા હતા કે સરકાર ખરેખર ખેડૂતોના જમીનના પ્રશ્નનો ઉકેલ લાવશે?
દરમિયાન સાગબારા ધરણાના અંત સમયે સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના 60 થી 70 હજાર પેન્ડિંગ દાવા મંજૂર કરવાની વાત કરી હતી. હવે સરકારના આશ્વાસન મુજબ કાર્યવાહી ક્યારે થાય છે અને ખેડૂતોને વાસ્તવિક હક ક્યારે મળે છે તેના પર સૌની નજર છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
