News of Wednesday, 9th September 2026
દેવમોગરા ગામ માંથી સાગબારા પોલીસે છાપો મારી રૂ.૩.૨૮ લાખનો દારૂ નો મુદામાલ ઝડપી પાડ્યો
વિદેશી દારૂના અલગ-અલગ બ્રાંડના કુલ કવાટરીયા નંગ-૧૫૨૧ કિં.રૂ. ૩,૦૪,૨૦૦- તથા બીયર ટીન નંગ-૧૨૦, કિ.રૂ.૨૪,૦૦૦/-મળી કુલ દારૂ લીટર-૩૩૩.૭૮૦ મી.લી. જપ્ત

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ સાગબારા પો.સ્ટે. ના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.લટાની સૂચન મુજબ પોલીસ માણસોએ દેવમોગરા ગામમાં રેડ કરી દારૂનો મુદામાલ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ વોન્ટેડ આરોપી અલ્પેશભાઇ દમણીયાભાઇ વસાવા (રહે.દેવમોગરા તા.સાગબારા જી.નર્મદા) એ પોતાના કબ્જાના રહેણાંક ઘરમાં ગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂના અલગ-અલગ બ્રાંડના કુલ કવાટરીયા નંગ-૧૫૨૧ કિં.રૂ. ૩,૦૪,૨૦૦/- તથા બીયર ટીન નંગ-૧૨૦, કિ.રૂ.૨૪,૦૦૦/-મળી કુલ (દારૂ લીટર-૩૩૩.૭૮૦ મી.લી.) જેની કુલ કિ.રૂ.૩,૨૮,૨૦૦/-નો પ્રોહી.મુદ્દામાલ રાખી પોલીસ પંચોની રેઇડ દરમ્યાન પોતાના ઘરે હાજર નહી મળી આવી ગુનો કરતા સાગબારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
