<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

સાગબારા : ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પાસે ફોર વ્હીલ ગાડીએ બાઇકને ટક્કર મારતા એકનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં થયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે એકને ઈજાઓ થતા ફરિયાદ નોંધાઈ છે
    પ્રાપ્ત માહિતી અનુસાર આકાશભાઇ રણજીતભાઈ તડવી ( રહે કનખાડી તા. સાગબાસ જી, નર્મદા )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમના પિતાજી મરનાર રણજીતભાઈ ગીમીયાભાઇ તડવી (ઉ.વ.આ.પર )( રહે કનખાડી તા. સાગબારા જી.નર્મદા) નાઓ પોતાની હોડા સાઇન મોટર સાયકલ નંબર-GJ 22. 6127 લઇને મહારાષ્ટ્રના ગવાલીથી ચિકટા તાલુકાના આંબાવાડી ગામે તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જતા હતા તે વખતે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પાસે ફોર્ચુનર ગાડી નંબર-GJ 26 AB 1234 પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી તેમની મોટર સાયકલને પાછળથી અડફેટમાં લેતા મરનારના માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી તેનું મોત નિપજાવી તથા તેમના જમણા હાથે હથેળીના ભાગે તથા જમણા ખભાના ભાગે તથા માથાના ભાગે ઈજા પહોંચાડી પોતાની ગાડી સ્થળ ઉપરથી લઈને ભાગી જઈ ગુનો કરતા સાગબારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:44 PM IST)