તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
હિંમતનગરમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદી બે કાંઠે વહેતી:ધસમસ્તા પ્રવાહ વચ્ચે એક ટ્રેક્ટર પાણીમાં તણાયું
પૂરના પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે ક્ષણભરમાં જ રેતી ભરતું ટ્રેક્ટર નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું

સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદી બે કાંઠે વહેતી થતાં ધસમસ્તા પ્રવાહ વચ્ચે એક ટ્રેક્ટર પાણીમાં તણાઈને ગરકાવ થઈ ગયું હતું. તંત્ર દ્વારા નદીના પટમાં કે બે કાંઠે ન જવા માટે વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતાં, લોકો પોતાના જીવના જોખમે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહ્યા છે, જેના કારણે આ હોનારત સર્જાઈ હતી. પૂરના પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે ક્ષણભરમાં જ રેતી ભરતું ટ્રેક્ટર નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
