<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

સાબરકાંઠાની ૧૬ વર્ષની સગીરાને ગર્ભપાત કરાવવાની મંજુરી

ગુજરાત હાઇકોર્ટનો એક સંવેદનશીલ ચુકાદો : બાળક જીવિત હોય તો જવાબદારી લેવા પરિવાર તૈયાર ન હોય તો સરકારની જવાબદારી રહેશે

હિંમતનગર તા.૧૫: ગુજરાત હાઇકોર્ટે એક સંવેદનશીલ ચુકાદો આપતાં સાબરકાંઠા ૧૬ વર્ષની એક સગીરાને સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓ અને પીડિત સગીરાઓના શારીરિક તથા માનસિક હિતને ધ્‍યાનમાં રાખીને ગર્ભપાત કરાવવાની મંજુરી આપી છે.

આ કેસની વિગત એવી છે કે સાબરકાંઠાના હિમતનગર બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં અગાઉ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ૧૬ વર્ષની સગીર અને પીડિતાના ગર્ભપાત માટે કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. ત્‍યારબાદ મેડિકલ રિપોર્ટ અનુસાર સગીરાને ૨૬ અઠવાડિયા અને ૦૩ દિવસનો ગર્ભ હતો. કોર્ટે પીડિતાની માનસિક સ્‍થિતિને ધ્‍યાને રાખી હિમતનગરની સિવિલ હોસ્‍પિટલમાં સિનિયર ડોક્‍ટરોની દેખરેખ હેઠળ ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્‍યો છે.

જોકે આ કેસમાં પીડિતા અને તેમના પરિવારે પોતાના જોખમે સર્જરી કરાવવા માટે યોગ્‍ય બાંહેધરીપત્ર આપવાનું રહેશે. બાળક જીવિત જન્‍મે તો સરકાર તેની જવાબદારી સંભાળશે. જો પીડિતા કે તેનો પરિવાર આ બાળકની જવાબદારી લેવા તૈયાર ન થાય, તો રાજ્‍ય સરકાર અને તેની સંબંધિત એજન્‍સીઓએ જુવેનાઇલ જાસ્‍ટિસ એક્‍ટ હેઠળ બાળકની સંપૂર્ણ જવાબદારી સંભાળવી પડશે. ઉપરાંત ભવિષ્‍યની કાનૂની તપાસ અને પુરાવા માટે ડોક્‍ટરોએ ગર્ભમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ડીએનએ ટિસ્‍યુ સેમ્‍પલ મેળવીને તપાસ અધિકારીને સોંપવાના રહેશે

(9:49 AM IST)