તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
સાબરકાંઠા જિલ્લામાં અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી પર્વ નિમિત્તે જિલ્લાભરમાં રાવણ દહન કાર્યક્રમો
હિંમતનગર તેમજ ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને તલોદ સહિતના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા સાંસ્કૃતિક મહોત્સવને નિહાળવા માટે બહોળી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા

સાબરકાંઠા જિલ્લામાં અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી પર્વ નિમિત્તે જિલ્લાભરમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તેમજ ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને તલોદ સહિતના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા આ સાંસ્કૃતિક મહોત્સવને નિહાળવા માટે બહોળી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા….સંધ્યાકાળના સમયે વિવિધ સ્થળોએ આકર્ષક આતિશબાજી સાથે રાવણના વિશાળ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયેલા આ ઉત્સવને કારણે સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસ અને ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
