<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

રન ફોર યુનિટીઃ લોકો અને માનવ મહેરામણ સાથે CM પણ જોડાયા..

પ્રજા, પોલિસ નજીક આવે, કોઈ ગુન્‍હાહિત કાવતરાની ગંધ આવ્‍યે લોકો નિઃસંકોચ પોલિસ પાસે જાય તેવા ઉમદા હેતુથી CBI બેક ગ્રાઉન્‍ડ ધરાવતા આ IPS કંઈક અલગ, કંઇક જુદુ કરવા માટે જાણીતા છે વડોદરા સીપી નરસિંહમાં કોમારની અપીલને માન આપી, દશ હજારથી વધુ લોકો સ્‍વયંભુ રીતે જોડાયાઃ ગાંધીનગર સુધી નોંધ લેવામાં આવી...


 

રાજકોટ, તા.૨: રાષ્‍ટ્રીય એકતા દિવસ અંતર્ગત લોકોમાં દેશ પ્રેમ, ભાઈચારો વધે, પોલિસ અને લોકો નજદીક આવે અને વિશ્વાસની ભાવના જાગવા સાથે કોઈ ગુન્‍હાહિત કાવતરાઓ અંગેની ગંધ આવે ત્‍યારે લોકો પોલિસ પાસે કોઈ કાલ્‍પનિક ડર વગર જઈ શકે તે માટે દર વર્ષે આ દિવસે વિવિધ સકારાત્‍મક કાર્યક્રમો CBI બેન્‍ક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમ કોમાર દ્વારા યોજાય છે.શહેર પોલીસ દ્વારા નવલખી ગ્રાઉન્‍ડ ખાતે ‘રન ફોર યુનિટી' ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્‍ય મહેમાન તરીકે ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ઉપસ્‍થિત રહેલ. અન્‍ય મહાનુભવોમાં સાંસદ હેમાંગભાઈ જોષી, વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા તથા ડેપ્‍યુટી મેયર આદિત્‍ય પટેલ તથા ધારાસભ્‍ય બાલકળષ્‍ણ શુક્‍લા, ધારાસભ્‍ય કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્‍ય સતીષભાઈ પટેલ, ધારાસભ્‍ય ચૈતન્‍યભાઈ દેસાઈ તથા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા જિલ્લા કલેક્‍ટર અનિલ ધામેલીયા તથા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.જયપ્રકાશ સોની ઉપસ્‍થિત રહેલ અને આશરે દસ હજાર જેટલી જનમેદનીએ ભાગ લીધેલ.જે કાર્યક્રમ દરમ્‍યાન મુખ્‍યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ. ત્‍યારબાદ મુખ્‍યમંત્રી દ્વારા ‘ભારત રત્‍ન' સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ કરવામાં આવેલ. ત્‍યારબાદ પોલીસ કમિશનર દ્વારા ‘રાષ્‍ટ્રીય એકતા દિન' ના શપથ લેવડાવવામાં આવેલ. ત્‍યારબાદ મુખ્‍યમંત્રી દ્વારા ‘રન ફોર યુનિટી' નું ફ્‌લેગ ઓફ કરી નવલખી ગ્રાઉન્‍ડથી પોલો ગ્રાઉન્‍ડ સુધી માર્ચ કરવામાં આવેલ.

(2:36 PM IST)