તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
ચૂંટણીમાં મહત્તમ ૨૦ સ્ટાર પ્રચારકોના નિયમની ઐસીતૈસીઃ કોંગ્રેસના ૪૦, ભાજપના ૮૦ને મંજૂરી
રાજ્ય ચૂંટણી પંચે નિયમ ભૂલી વેબસાઇટ ઉપર ૨૦થી વધુ નામ જાહેર કરી દીધા : ફેબ્રુઆરી-૨૦૨૧ના નિયમ પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની સંખ્યા ૨૦ હોવી જોઈએ

અમદાવાદ તા.૧૭: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આ વખતે બેફામ રીતે પોલીસ દબાણ અને પૈસાનો ખેલ જોયા બાદ રાજ્ય ચૂંટણી પંચના નિયમોને મુખ્ય રાજકીય પક્ષો ગાંઠતા ન હોય અને તેના નિયમોની ઐસીતૈસી કરતા હોય તેમ સ્ટાર પ્રચારકોની સંખ્યાની યાદીમાં મનફાવે તેટલા નામ જાહેર કર્યા છે. નવાઈની વાત એ છે કે રાજ્ય ચૂંટણી પંચ પણ પોતે બનાવેલા નિયમ ભૂલી ગયું હોય તેમ પોતાની વેબસાઇટ ઉપર તેને અધિકૃત રીતે જાહેર પણ કરી રહ્યું છે. ફેબ્રુઆરી-૨૦૨૧ના નિયમ પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની સંખ્યા ૨૦ હોવી જોઈએ તેના બદલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેના કરતા વધુ પ્રચારકોની યાદી જાહેર કરાઈ છે. રાજ્ય ચૂંટણી પંચમાં કેવી રીતે કામગીરી ચાલી રહી છે તેની વિગતો જાહેર કરતા આરટીઆઈ એક્ટિવિસ્ટ સંતોષસિહ રાઠોડે જણાવ્યું છે કે, ૪-૨-૨૦૨૧ના રોજ પંચદ્વારા જે આદેશ કરાયો હતો તેમાં સ્ટાર પ્રચારકોની યાદી અંગે આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં મુદ્દા ક્રમાંક નંબર-૩ મુજબ રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીએ વધુમાં વધુ ૨૦ સ્થર પ્રચારકોના નામ ઉમેદવારોના નામની આખરી યાદી જાહેર થાય તે તારીખ સુધી પંચમાં જમા કરાવવાની હોય છે. આ નિયમને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઈ તેમાં ૨૦ નામ હતા. તે પછી કોંગ્રેસ દ્વારા જે યાદી અપાઈ તેમાં ૪૦ સ્ટાર પ્રચારકોના નામ હતા. જ્યારે ભાજપ દ્વારા કુલ ચાર યાદી ઝોન દીઠ જમા કરાવાઈ હતી જેમાં દરેકમાં ૨૦ નામનો સમાવેશ થાય છે. ભાજપની યાદીમાં છ જેટલા નામ દરેક પાદીમાં કોમન છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કે. સીએમ હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી રત્નાકર, સાંસદ પુરુષોત્તમ રૂપાલા તેમજ પૂર્વમંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાનોસમાવેશ થાય છે. તે સિવાય બાકીના ૧૪નામ અલગ છે જે કુલ મળીને ૫૬ છે.
જે ચૂંટણી પંચે નિયત કરેલી સંખ્યા કરતા લગભગ ત્રણ ગણા નામો છે તો કોંગ્રેસ દ્વારા બમણા સ્ટાર પ્રચારકના નામ છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના ૨૧) કરતા વધુ નામ મુદ્દે ચૂંટણી પંચને ચૂંટલી પંચને ઈ-મેઈલ દ્વારા કાર્યવાહી કરવા પણ તેમણે જાણ કરી હોવાનું જણાવ્યું હતું.
ભાજપ દ્વારા આ વખતે અપાયેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં સાઉથ ઝોન, સેન્ટ્રલ ઝોન, નોર્થ ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન અલગ કરીને દરેકમાં ૨૦ નામ અપાયા છે. જેમાં દરેક ઝોનના સ્થાનિક ધારાસભ્યો-સાંસદો અને અગ્રણીઓનો સમાવેશ કરાયો છે. આપ દ્વારા નિયમ પ્રમાણે રાષ્ટ્રીય સંયોજક અરવિદ કેજરીવાલથી લઈ સ્થાનિક નેતાઓના ૨૦ નામ જ અપાયા છે. કોંગ્રેસ દ્વારા મુકુલ વાસનિક સહિત કુલ ૪૦ નામ આપવામાં આવ્યા છે
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
