<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

રૂદ્ર જાદવે વર્લ્‍ડ રેકોર્ડ તોડી, નવા કીર્તિમાનનું સ્‍થાપન કર્યુ

મોરના ઇંડા ચીતરવા ના પડે, જાબાઝ પોલીસ અધિકારીના પુત્રએ સાર્થક કરી બતાવ્‍યું રૂદ્રના પિતા હાલ સુરત ઓલપાડ PI ચેતન જાદવ, ભૂતકાળમમાં ATSમાં અનેક ઓપરેશનમાં મહત્‍વની ભૂમિકા ભજવી છે

રાજકોટ તા. ર : મોરના ઈંડા ચીતરવા ન પડે તેવી કહેવત ફરી એક વખત ગુજરાત પોલિસ તંત્રમાં અનેક દેશ વિરોધી પ્રવળત્તિઓના પર્દાફાશ કરનાર ATS ટીમના અગત્‍યનો હિસ્‍સો રહેલા પોલિસ અધિકારીના પુત્ર ઍ સાર્થક કર્યું છે.

કર્ણાટકના બેલગાવી ખાતે શિવગંગા રોલર સ્‍કેટિંગ ક્‍લબ ખાતે તા.૩૧ મે ૨૦૨૬ ના રોજ રુદ્ર ચેતનકુમાર જાદવે ફાસ્‍ટેસ્‍ટ ૧૦૦ મીટર ંં ઇનલાઇન સ્‍કેટ્‍સ બૅકવર્ડ્‍સ ઇવેન્‍ટમાં વર્લ્‍ડ રેકોર્ડ ૯ તોડી નવો રેકોર્ડ સ્‍થાપિત કરેલ છે. આ બાબતે ગિનીઝ વર્લ્‍ડ રેકોર્ડ્‍સ એવોર્ડ આપનાર ટીમ રુબરુ હાજર રહેલ અને નવો કીર્તિમાન પ્રસ્‍થાપિત થવા બાબતે પુષ્ટિ કરી વર્લ્‍ડ રેકોર્ડ સ્‍થાપવા બદલ મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ.

રુદ્ર જાદવના પિતા ઓલપાડ પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે ફરજ બજાવે છે. રુદ્ર જાદવે પરિવાર, પીએમશ્રી કેન્‍દ્રિય વિદ્યાલય નંબર ૧ સુરત ગુજરાત તથા ભારતનુ નામ રોશન કરેલ છે. ૧૦ વર્ષિય રુદ્ર જાદવ સુરતના સ્‍પોર્ટેના ક્‍લબ ધ પાલ સુરત ખાતે હિરેનભાઇ પટેલ ના અન્‍ડરમાં તાલીમ લઈ રહેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે રુદ્ર જાદવે અગાઉ પોતાની પ્રથમ ઇવેન્‍ટમાં ગુજરાત તરફથી ભાગ લઈ નેશનલ ચેમ્‍પિયનને હરાવી ગોલ્‍ડ મેડલ પણ જીતવાની સિધ્‍ધિ પ્રાપ્ત કરેલ છે. રુદ્ર જાદવને આ નવો વર્લ્‍ડ રેકોર્ડ સ્‍થાપિત કરવા બદલ તમામ તરફથી અભિનંદન પાઠવવામા આવ્‍યા છે

(3:53 PM IST)