તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Thursday, 4th June 2026
સાગબારાની ઘનશેરા ચેક પોસ્ટ પરથી એલસીબી નર્મદાએ ટ્રકમાં લવાતા રૂ.૪૬.૮૨ લાખનો દારૂ અને મુદામાલ ઝડપી પાડ્યો
ગોવિંદા ટ્રાન્સપોર્ટ નામની ખોટી બીલ્ટી રાખી તેનો ખરા તરીકે ઉપયોગ કરી, મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું કાવતરૂ કર્યું: અંકલેશ્વર ખાતે અશોક માલીને ઇંગ્લીશ દારૂનો જથ્થો પહોંચડાવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયા, ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા એલસીબી ટીમે ચેકીંગ દરમિયાન ધનસેરા ચેક પોસ્ટ પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી સફળતા મેળવી છે.
મળતી માહિતી અનુસાર અર્જુનરામ ધીમારામ બિશ્નોઈ (ઉ.વ.૨૬ )(રહે.જાગુઓકી ઢાણી, ઉપરલા, તા. ચોહટન, જી.બાડમેર (રાજસ્થાન) એ અશોક લેલન ગાડીમાં ગેરકાયેદસર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલ નંગ-૯૭૦૭ કિ.રૂ.૩૧,૭૭,૪૬૫ નો પ્રોહી મુદ્દામાલ તથા અશોક લેલન ટ્રક નંગ-૦૧ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૪૬.૮૨.૪૬૫ નો મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા ગોવિંદા ટ્રાન્સપોર્ટ નામની ખોટી બીલ્ટી રાખી તેનો ખરા તરીકે ઉપયોગ કરી, મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું કાવતરૂ કરી તથા આરોપી વિકાસ ખીલેરી ઉર્ફે પીન્ટુ હાલ રહે. મનોર (મહારાષ્ટ્ર) મુળ રહે.મોગર (રાજસ્થાન) નાઓએ અશોક લેલન ટ્રકમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો ભરી આપી તેમજ અંકલેશ્વર ખાતે અશોક માલી નાઓને ઇંગ્લીશ દારૂનો જથ્થો પહોંચડાવાનો હોય જેથી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો ગુનો કરતા એલસીબી પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દખલ કર્યો છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
