News of Tuesday, 29th September 2026
સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં જાણીતી બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાં સડેલી અને વાસી ખાદ્યસામગ્રી પીરસવાના આરોપને લઈને વિવાદ
ગ્રાહકોના આક્ષેપ મુજબ, રેસ્ટોરન્ટના રસોડામાં કાળા પડી ગયેલા બટાકા અને વાસી મશરૂમ જોવાયા :વીડિયો પણ વાયરલ થયો:પીરસવામાં આવેલા મશરૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ગ્રાહકોએ કરી

સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી જાણીતી બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાં સડેલી અને વાસી ખાદ્યસામગ્રી પીરસવાના આરોપને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રાહકોના આક્ષેપ મુજબ, રેસ્ટોરન્ટના રસોડામાં કાળા પડી ગયેલા બટાકા અને વાસી મશરૂમ જોવા મળ્યા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો છે. પીરસવામાં આવેલા મશરૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ગ્રાહકોએ કરી હતી. ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સેફ્ટીને લઈને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રાહકોના વિરોધ વચ્ચે સ્ટાફ કિચન છોડીને ભાગી ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હોબાળો થતાં અન્ય કેટલાક ગ્રાહકોએ પણ ભોજન અધૂરું છોડી દીધું હતું.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
