<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

જામનગર જિલ્લાના લાલપુર પંથકના પડાણા પાટિયા પાસે આવેલી ડેલ્ટા કંપનીની ઓરડીમાં રહેતા બિહારના છવ્વીસ વર્ષીય યુવાન શ્રમિકે અગમ્ય કારણોસર ટૂંકાવ્યું પોતાનું જીવન

મૂળ બિહારના સીવાન જિલ્લાના વતની એવા વિનીતકુમાર નાગેન્દ્રગીરીએ કોઈ અનામી કારણસર આત્મહત્યા કરતા મેઘપર પોલીસે અકસ્માતે મોતના ગુના હેઠળ હાથ ધરી આગળની તપાસ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા પાટિયા પાસે મારુતિ શો-રૂમની પાછળ આવેલા ડેલ્ટા કંપનીના પરિસરમાં રહેતા બિહારના છવ્વીસ વર્ષીય શ્રમિકે અગમ્ય કારણોસર પોતાની જિંદગીનો અંત આણ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુની નોંધ કરીને વધુ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

મૂળ બિહાર રાજ્યના સીવાન જિલ્લાના વતની અને હાલ લાલપુરના પડાણા પાટિયા નજીક ડેલ્ટા કંપનીની ઓરડીમાં રહેતા વિનીતકુમાર નાગેન્દ્રગીરી ઉંમર વર્ષ છવ્વીસ દ્વારા ગગત તારીખ સાતના રોજ બપોરે સાડા બાર વાગ્યા પહેલા ગમે ત્યારે પોતાની ઓરડીમાં જ જીવન ટૂંકાવી નાખવામાં આવ્યું હતું. બિહારના આ યુવાન શ્રમિક દ્વારા આત્યંતિક પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અંધારામાં છે અને પોલીસ દ્વારા તેનું રહસ્ય ઉકેલવા પ્રયાસો થઈ રહ્યા છે.

આ બનાવની જાણ થતાં જ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ કરીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ આરંભી છે. જામનગર જિલ્લામાં બનેલી આ દુર્ઘટનાને કારણે પરપ્રાંતીય શ્રમિક વર્તુળોમાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો છે.

(5:22 PM IST)