<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

અમદાવાદમાં 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનારા રોહિત ઉર્ફે ફૌજીને 20 વર્ષની કેદની સજા ફટકારાઈ

આરોપી સામે વારંવાર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના આરોપ સાબિત થયા

અમદાવાદમાં 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. રામોલ પોલીસ સ્ટેશનના POCSO કેસમાં 38 વર્ષીય રોહિત ઉર્ફે ફૌજીને દોષિત ઠેરવાયો. અમદાવાદની સ્પેશિયલ POCSO કોર્ટે આજે ચુકાદો આપ્યો. બાળકીની ઉંમર ઘટના સમયે 13 વર્ષ હોવાનું કોર્ટમાં સાબિત થયું હતું. આરોપી સામે વારંવાર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના આરોપ સાબિત થયા હતા. IPC કલમ 376(2)(N) હેઠળ 10 વર્ષની સખત કેદ. IPC 376(3) અને POCSO હેઠળ 20 વર્ષની સખત કેદ અને IPC 506(2) હેઠળ 2 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તમામ સજાઓ સાથે-સાથે ભોગવવાની રહેશે. કુલ  રૂ. 27 હજારનો દંડ, દંડની રકમ પીડિતાને આપવાનો આદેશ કરાયો છે. પીડિતાને અલગથી ₹4 લાખનું વળતર આપવાનો કોર્ટનો આદેશ કર્યો છે.

(8:39 PM IST)