તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 7th July 2026
સુરતના વેડ દરવાજા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો
પાણીના ભરાવાને કારણે સ્થાનિક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા :વેપારીઓને મોટું નુકસાન થયું

સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. વેડ દરવાજા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીના ભરાવાને કારણે સ્થાનિક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેથી વેપારીઓને મોટું નુકસાન થયું છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવો પડ્યો છે, જેના લીધે આ વિસ્તારમાંથી અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
