તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
લીંબડી તાલુકાના કેટલાક ગામના રસ્તાઓ છેલ્લા 12 કલાકથી વધુ સમયથી વાહન વ્યવહાર માટે બંધ રહેતા લોકોને હાલાકી
રામરાજપર જાંબુ રોડ પર પાણી નહી ઓસરતા પાંચ ગામનો વાહન વ્યવહાર અટક્યો:જાંબુ.ભથાણ.પરનાળા.પરાલી મુળ બાવળા સહિત ગામના લોકો સંપર્ક વિહોણાં બન્યા

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના કેટલાક ગામના રસ્તાઓ છેલ્લા 12 કલાકથી વધુ સમયથી વાહન વ્યવહાર માટે બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રામરાજપર જાંબુ રોડ પર પાણી નહી ઓસરતા પાંચ ગામનો વાહન વ્યવહાર અટક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પાંચથી વધુ ગામનાં લોકો હજુ પણ સંપર્ક વિહોણા છે. જાંબુ. ભથાણ. પરનાળા. પરાલી મુળ બાવળા સહિત ગામના લોકો સંપર્ક વિહોણાં બન્યા છે. રામરાજપર જાંબુ રોડ બંધ થતા પાંચ ગામના લોકોને તાલુકા લીંબડી આવવાનો એકમાત્ર રસ્તો બંધ થતા ભારે હાલાકી થઈ રહી છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
